STORYMIRROR

Hansa Shah

Romance

4  

Hansa Shah

Romance

પ્રેમ પ્યાસ

પ્રેમ પ્યાસ

1 min
296

વિયોગ કોને કોનો ?

ના કહ્યો, ના સહ્યો..

ના જીરવાયો, ના સહેવાયો

રોમ રોમ ઉમટયો કણ કણમાં.


પ્રેમ, પ્યાસ, પરવશ

દિલ હોમાયું અગનમાં,

ના કહેવાયું, ના રહેવાયું

ઝુરી રહ્યો પ્રેમ રણ વચમાં.


નયન અતિ વ્યાકુળ,

તન બદન આગ જ્વાળા,

ક્યાં પારકું, ક્યાં પોતાનું,

પ્રેમ અંકુર રહ્યો અધવચમાં.


કોની હાર, કોની જીત ?

કોણ સવાયું, કોણ પછડાયું ?

પ્રેમબીજ નિજ નિરંતર,

દિલ દરિયે વ્યાપ ઝર ઝરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance