પ્રેમ-પૂજા
પ્રેમ-પૂજા
ચાલ, જીવનની સમીસાંજને
પ્રેમભીનો આવકાર દઈએ.
નવરંગી સૂર્યોદયની જેમ,
સંધ્યાને પણ રંગતા જઈએ.
સાકાર શમણાઓ યાદ કરી,
જીવનને મહેંકાવતાં જઈએ.
ખંડિત શમણાં ભૂલી જઈને,
લાગણીભીનાં બનતા જઈએ.
ગમા અણગમાની વાતોના
અતીતને વાગોળતાં જઈએ.
કિટ્ટા-બુચ્ચાની રમત છોડીને
બુચ્ચા-બુચ્ચા રમતા જઈએ.
સપ્તપદીનાં શપથની ઓથે
એકમેકમાં ઓગળતા જઈએ.
પ્રેમ પૂજા પરમેશ્વરની છે,
એ સત્યને સ્વીકારતાં જઈએ!

