પ્રેમ પરિભાષા
પ્રેમ પરિભાષા
બોલતા ક્યાં સમજાય છે ને લખતા ક્યાં લખાય ?
એ પ્રેમની પરિભાષા કોરા રહીને કદી ક્યાં ઉકેલાય !
ધોમધખતા તાપમાં વર્ષા વાદળી વરસતી ભાસે એને,
એક નજરભર નિહાળવા પ્રિયેને ઈંતેજાર રાહ રાચે.
મૌન નિતરતુ હો મુખે નૈન શબ્દો બાણ છલકાતું દિશે,
અલગારી પ્રેમ બારાખડી જગ રીતને ના એ કોઠે સૂઝે.
પ્રિત ઓઢણી ઓઢી જે નામે આખર શ્વાસ ના લુંછાય,
જોમ હો હૈયૈ કટાર ખમધીલ અલખ ધુણીમા એ રંગાય.
મોહન મીરાં અમર ગાથાના ચર્ચા હજુ ક્યાં વિસરાય,
સાંજ પ્રેમ પંથ પવિત્ર કૈક એમ ભલા ઈતિહાસ ઘડાય.