STORYMIRROR

Deviben Vyas

Romance Classics

4  

Deviben Vyas

Romance Classics

પ્રેમ પદારથ

પ્રેમ પદારથ

1 min
365

લાગે મિલન મધુરપ છતાં, કંતાય દિલ શાને હજી. 

વિશ્વાસ છે દિલમાં છતાં, પડધાય દિલ શાને હજી.


ઈશ્વર તણો પર્યાયવાચી, પ્રેમ છે સંસારમાં,

એ સત્ય છે જગમાં છતાં, અચકાય દિલ શાને હજી.


તોફાન આવે રાહમાં તો સામનો કરવો ઘટે,

સંયોગ ને વિયોગમાં, ભટકાય દિલ શાને હજી.


આવે કસોટી કાળ તો ના ડર કદી હૈયે ધરો,

પ્રેમી બન્યું હૈયું છતાં, હિજરાય દિલ શાને હજી.


બસ પ્યાર જાણે આપવાનું, શું મળે વિચાર ના,

તાપી રહે પ્રેમી દિલે, ગભરાય દિલ શાને હજી.


દિલ તો ઘવાતું રહે, અધૂરી સમજણે એ ભૂલ ના,

સમજણ થકી સેવાય તો, અથડાય દિલ શાને હજી.


શંકા તણું તો ભૂત કાઢી, રહે સદા નિર્મળ બની,

ના સ્નેહમાં ઉણપ છતાં, ભરમાય દિલ શાને હજી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance