પ્રેમ કરું છું
પ્રેમ કરું છું
નથી મને ખબર કે કેમ તને પ્રેમ કરું છું
બસ પ્રેમ કરું છું, પ્રેમ કરું છું,
અંતરની આ વેદના કોને કહી સંભળાવું કે તને પ્રેમ કરું છું,
હું બની તુજમય છતાં તું કદી ના બન્યો મુજમય
તેમ છતાં યાદ તને કરતી જાઉ છું,
નથી મને ખબર કે કેમ તને પ્રેમ કરું છું,
દુઃખના આંસુને હરખના આંસુ સમજીને પીતી જાઉ છું,
જાણે મીરા એ પીધા અમૃત સમા વિષના પ્યાલા
નથી મને ખબર કે કેમ તને પ્રેમ કરું છું,
બસ પ્રેમ કરું છું, બસ પ્રેમ કરું છું.

