STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

પ્રેમ કોને થાય છે ?

પ્રેમ કોને થાય છે ?

1 min
380

મોબાઇલની આ દુનિયામાં પ્રેમ કોને થાય છે,

લાગે એવું જાણે કે બધા જ વહેમમાં જાય છે.


ઘડીના છઠ્ઠા ભાગમાં જેનો સ્વીકાર થાય છે,

બીજી જ ક્ષણે એ હદય પર કારમો વાર થાય છે.


ટચ સ્ક્રીનમાં લાગણીઓની લહાણી જોતાં,

અપડેટેડ વર્ઝન પર પ્રેમની કિંમત થાય છે.


ફેસબુક પર પથરાયેલા સ્નેહના સરવૈયામાં,

મૈત્રીની આડમાં ક્યાંક એ બદનામ થાય છે.


લાઈક અને કૉમેન્ટના આ વાટકી વ્યવહારમાં,

કંચનની કિંમત ક્યાંક લોઢામાં થાય છે.


વાઈફાઈના આ યુગમાં ઈન્ટરનેટના જાળામાં,

એક છત હેઠે નજીક છતાં બે હૈયાં દૂર થાય છે.


વોટ્સએપમાં ચેટ ના થઇ શકી રાધા સાથે,

ક્યાંક એનું દુઃખ કાનાને પણ મનમાં થાય છે.


પ્રેમને વ્યાખ્યાયિત કરનાર તમને અને મને,

રાધાના નામમાં સદાય બે કાના દેખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational