પ્રેમ કે ઝનૂન ?
પ્રેમ કે ઝનૂન ?
પ્રેમ હતો એ પહેલી નજરનો કે ઝનૂન?
પહેલી વાર એને જોઈ....
હસતો એનો ચહેરો...
ને બોલતી આંખો...
હવામાં ઊડતાં એના કેશ.....
ગોરો એનો વાન ને...
કસુંબલ રંગની સાડી ને....
હરિયાળો એ પાલવ.....
મને જોઈને શરમાતી....
લજવતી એની નજર....
મોહી પડ્યો હતો હું....
ચૂકી ગયો હતો એક શ્વાસ....
બસ...દિવસ-રાત એ જ દેખાતી....
એનાં વિચારોમાં મને લપેટતી....
રોજ એને જોવાં આંખો તરસે....
ધડકે દિલ ને શ્વાસ અટકે..
આને પ્રેમ કહું કે ઝુનૂન?
વિચારી લીધું કે આને જ વરીશ....
મનોમન હું એને જ પરણીશ....
રમી લીધી આજ મેં એક રમત....
ખુદા કરે આ ના હોય ગમ્મત....
લઈને જઉં છું આજ લાગણીઓની બારાત...
થશે જ એની હા એવી દિલમાં છે હસરત...
શું એ પણ આવું વિચારતી હશે ?
મારી જેમ મનમાં શું એ મને પણ વરતી હશે ?
આજે આ ફેંસલો કરી જ લઉ છું...
જઈને મારા મનની વાત કહી દઉ છું...
આવી વિડંબણામાં અટવાઈ જઉ છું...
શું કરું આજે હવે કહી જ દઉ છું....
આને પ્રેમ કહું કે ઝનૂન?

