પ્રેમ એટલે
પ્રેમ એટલે


પ્રેમ એટલે,
પીડાનો
મખમલી અહેસાસ.
***
પરવશ થવું,
પ્રજલવું,
ઓગળવું અને
અંતે,
એકમેકમાં ભળી જવું,
એટલે
પ્રેમ.
***
પ્રેમ એટલે
એકમેકને ‘કેમ છો ?’
પૂછ્યા વગર,
કળી જવું.
***
તમારા મૌનની ભાષા,
એની આંખ સમજી શકે,
એનું નામ પ્રેમ.
***
પ્રેમમાં,
કોઈ શરત ન હોય,
એ જ મોટી શરત.