પ્રેમ અને આકર્ષણ
પ્રેમ અને આકર્ષણ
છે પાતળી ભેદરેખા પ્રેમ અને આકર્ષણમાં...
હ્રદયથી થાય એ હોય છે પ્રેમ
આંખોથી થાય એ આકર્ષણ..
ના થકાય, ના હરાય એ પ્રેમ
આવે કામમાં કંટાળો એ આકર્ષણ
જ્યાં ના જોવાય કિંમત તે પ્રેમ
પાંચ રૂપિયા ખર્ચવામાં થાય તકલીફ
એ તો માત્ર આકર્ષણ..
આખી રાત જાગી જવાય એ પ્રેમ
મો ચડાવી ખોલાય બારણાં એ આકર્ષણ....
સુખ દુઃખ મા અપાય સાથ સહર્ષ એ પ્રેમ...
સામેવાળાને તકલીફમાં છોડી દેવાય એ આકર્ષણ..
પતિની તકલીફમાં ખભે ખભો મિલાવાય એ પ્રેમ...
ગરીબીમાં પતિને તરછોડી દે એ આકર્ષણ...