પ્રભુ
પ્રભુ
પ્રભુ, તે જન્મ આપ્યો,
તારી જવાબદારી છે,
કે તું અમારું ધ્યાન રાખે,
અહીંયા તો ઊંધું છે,
તમને સાચવવા સીસીટીવી કેમેરા રાખે,
કોઈ ભૂખ્યું કે તરસ્યું ના રહે,
એ જવાબદારી તારી છે,
ત્યાં મંદિરની બહારજ લોકો ભીખ માંગે,
કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી,
કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી,
ભેદ દૂર કરવાની જવાબદારી તમારી છે,
ત્યાં વી.આઈ.પી. અને મધ્યમ એવા ભેદ રાખે,
તારા કરતાં લોકો પોતાના પગરખાંને વધુ ચાહે,
અને સંચાલકો તો પ્યાલાને પણ સાંકળ મારીને રાખે,
પાર્કિંગ, પગરખાં, પ્રસાદ
જ્યાં જોઈએ ત્યાં બસ રૂપિયા,
પ્રેમ, સ્નેહ, ભક્તિ, તું દર્શન ક્યાં ફ્રીમાં આપે ?
તારા મંદિરની બહારજ,
અઢળક છેતરાતા લોકો,
છતાંય તું ચૂપ બેઠો પ્રભુ,
શા કાજે આપે તું આવો મોકો ?
સાવ આંખો બંધ ના રાખ,
આ પ્રથા થોડી બદલી નાખ,
જે સાચો હોય,એની પાસે સ્વયં જા,
ને બતાવ કે, તું સીધેસીધો મારો થા,
પ્રભુ, તે જન્મ આપ્યો,
તારી જવાબદારી,
કે તું અમારું ધ્યાન રાખે.