STORYMIRROR

Drsatyam Barot

Classics

3  

Drsatyam Barot

Classics

પ્રભુ તારો પ્રેમ

પ્રભુ તારો પ્રેમ

1 min
28.2K


પ્રભુ તારા પ્રેમની આગાહી ના થાય.

પ્રભુ કહું હું બાદબાકી;

તું સરવાળાનો હાર...

પ્રભુ કહું હું ગુણાકાર

તું કણ કણ ભાગાકાર...


પ્રભુ કહું હું ઠંડી કડ કડ

તું ઉષ્માનો અવતાર

પ્રભુ કહું હું તાપ ધખતો

તું હસતો મરુ શૃંગાર

પ્રભુ કહું હું કાળ દુકાળ

તું લીલો સર્જનહાર.


પ્રભુ કહું હું જૂનું પુરાણું

તું જવાન વસંત રાગ

પ્રભુ કહું હું જવાન મદ

તું નિર્દોષ બાળરાજ

પ્રભુ તારા પ્રેમની આગાહી ના થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics