પ્રભુ પણ પછતાયા
પ્રભુ પણ પછતાયા
દરેકને લોહીનો રંગ લાલ આપીને, પ્રભુ પણ આજે પછતાયા,
બદલવાની જરૂર છે રંગ સૌનો, પ્રભુ આજે એવાં અટવાયાં,
અરે મૂરખ જીવન બગાડી કરો છો ખોટી ગદ્દારી,
આપ્યો જન્મ માણસનો એ જ પ્રભુની ખુદારી,
નાત-જાતના ભેદમાં આપણે જ છીએ અટવાયા,
નહોતાં ભેદ મનમાં પ્રભુએ આવાં વિચાર્યા,
કરી ભેદ ધરમનાં ફરજોથી છટકાયા,
ઝઘડા કરી અમથે અમથા લોહી ખોટાં વહાવ્યાં,
હિન્દુ મુસ્લીમ શીખ ઈસાઈ છો બધા ભાઈ ભાઈ,
વેરભાવને ભૂલી જઈને કરો સૌ વાહવાહી.
