પ્રાણપંખેરું
પ્રાણપંખેરું


જન્મ અને મૃત્યુનું આજ,
સગું કોઇ જઇ રહ્યું,
ખોળીયું અહીં ખાલી થયુું,
પંખેરું ક્યાંક વહી રહ્યું,
મીટ માંડીને શોધે "ચિંતન",
અલોપ થઇ એ કહી રહ્યું,
કાં શોધે? મુજને ઓ ઘેલાં,
થવાનું હતું, તે થઇ રહ્યું,
મળીશ નહીં હવે, કદાપી તુજને,
કદર ક્યાં? જ્યારે મહીં રહ્યું,
ફાંફા મારી, ના ગોત્યાં કર,
ઘણું મોડું જ્ઞાન થઇ રહ્યું,
વેડફી નાંખ્યો આ ભવ મારો,
નિરાશ મન મુજને કહી રહ્યું,
ફેરો બગાડ્યો તુજ ખોળીયાએ,
વેદનાઓ ભરી હું જઇ રહ્યું,
સંગત ના ચાહું ફરીથી તારી,
અજ્ઞાત સ્થળે હું જઇ રહ્યું,
દયા કર ઇશ્વર,ના પુનરાવર્તન,
માંડ છુટ્યું, હાશ! લઇ રહ્યું.