ભીખારીનું છોરું
ભીખારીનું છોરું


રોડ ઉપર રખડતું ફરતું,
ખાવા ભોજન ના પાણી મળતું,
દુકાન આગળ જઇ હાથ ફેલાવતુું,
કોઈ માથાફરેલ નો માર પણ ખાતું,
ઘેરઘેર જઇ એ માંગ્યા કરતું,
અથડાતું કુટાતું આગળ વધતુું,
પહેરણ છે ચીંથરું ફાટ્યું-તુટ્યુ઼ં,
કોઇ એની સામે પણ ના જોતું,
ભોજન માંગે ભગવાનને નામ,
પણ,એને ના કોઇ ધરમનું જ્ઞાન,
એને મન ભોજન ભગવાન,
ભોજન જે આપે એ જ મહાન,
કહેવાતા ધાર્મિક સંસ્કારી લોકો,
ના પીવડાવે તેને પાણીનો લોટો,
ભૂખ તરસથી બાળક
મરતુું જાય,
અન્ન-જળ વિના તરફડતું જાય,
તેનુું દુ:ખ ના કોઇનાથી સમજાય,
બસ મોટી મોટી અહીં વાતો થાય,
તેને ના શોખ ભીખ માંગવાનો,પણ,
માંગ્યા વિના તેનાથી કેમ જીવાય ?
મોટી વાતોનો અહીં મહીમા ખોટો,
ધર્મના ઉપદેશનો અહીં જડે ના જોટો,
ખેલ ખેલે, જેની પાસે છે નોટો, પણ,
નાની વાત સમજે, તે છે માણસ મોટો,
ભિખારીના ઘેર તેણે જન્મ લીધો,
એમાં એણે શું વાંક ગુનો કીધો ?
ભેદભાવ ભગવાનના એ ભોગવે,
ભીખારી બનાવી, મનુષ્ય કુળમાં જન્મ દીધો !