STORYMIRROR

Dr.Chintankumar p. Pandya

Inspirational Others

4  

Dr.Chintankumar p. Pandya

Inspirational Others

હવે,સિધ્ધ કરી દો

હવે,સિધ્ધ કરી દો

1 min
284

કંઇક કરી છુટવાનો જોશ ભરી દો,

નકારાત્મકતાને હવે બેહોશ કરી દો,

આગળ વધો નવી આશાઓ લઈ,

મનની નબળાઇઓ હવે દુર કરી દો.


ક્યાં સુધી પીડાયા કરશો આમ,

ક્યાં સુધી કરમાયા કરશો આમ,

મનનું મનોમંથન ખુબ કરીને,

આગળ વધવાનું હવે ચાલુ કરી દો.


ધ્યેય પામતા પછી વાર નહીં લાગે,

અમૃત ચાખતા પછી વાર નહીં લાગે,

નિષ્ફળતાની ના કદી કરતા પરવાહ,

જરુરી પ્રયત્નો હવે ચાલુ કરી દો.


કોઇ નથી રોકી શકવાનું એમને,

દ્રઢ નિર્ધાર કરી લીધો છે જેમને,

આળસ બધી ખંખેરી નાંખીને,

પોતાની જાતને હવે સિધ્ધ કરી દો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational