ટપક્યાં અશ્રુએ
ટપક્યાં અશ્રુએ
1 min
370
ટપક્યાં અશ્રુએ ઘણી વાતો નીકળી,
સુખ-દુ:ખની ઘણી જાતો નીકળી.
આખી જીંદગીનો ભેદ ખુલી ગયો,
ઉજાગરાવાળી ઘણી રાતો નીકળી.
સીધા ને સરળ રસ્તા ક્યાંય ના મળ્યાં,
આડાઅવળા રસ્તે પણ ઘણી ફાંટો નીકળી.
ભારે વજનથી દબાયેલી જીંદગી પર,
અનેક થરવાળી ઘણી પાટો નીકળી.
બહારથી દેખાતી જીંદગી સુંદર રુપાળી,
અંદરથી દુ:ખદાયી ઘણી આતો નીકળી.
