મને આખો હીસાબ દેખાયો
મને આખો હીસાબ દેખાયો


પોપચાં આંખોના મેં ચોળીને જોયું તો,
મને મારો ભૂતકાળ દેખાયો,
બાળપણ,યુવાનીની પરિસ્થિતિઓ અને,
મને મારો વર્તમાન દેખાયો,
બાલ્યાવસ્થાથી લઇ અત્યાર સુધીમાં,
મને મારો બદલાવ દેખાયો,
ઘણાં ઉતાર-ચઢાવને ભોગવનારો,
મને મારો અવતાર દેખાયો,
સુખમાં સાથે તો દુ:ખમાં છોડનારો,
મને મોટો સંસાર દેખાયો,
વચમાં વચમાં સારાં માણસોનો,
મને સારો સંગાથ દેખાયો,
બાકી તો આ સ્વાર્થી જગતનો,
મને પુરો ચિતાર દેખાયો,
કેમેય કરીને આમાં ટકી રહેનારો,
મને મારો નિર્ધાર દેખાયો,
સારાં-ખોટાં ના લેખાંજોખાં નો,
મને આખો હીસાબ દેખાયો.