STORYMIRROR

Dr.Chintankumar p. Pandya

Others

4  

Dr.Chintankumar p. Pandya

Others

"કાનુડો"

"કાનુડો"

1 min
383

કાનુડો નટખટ મટકી તોડે,

મટકીમાંથી માખણ કાઢે,

માખણને મિત્રોમાં વહેંચે,

મિત્રાચારીનો બોધ આપે.


કૃષ્ણકનૈયો વાંસળી વગાડે,

વાંસળીમાંથી સુર રેલાવે,

સૌને એતો મંત્રમુગ્ધ બનાવે,

સૌમાં સારી ભાવના જગાડે.


શામળીયો રાસલીલા રચાવે,

રાસલીલાથી સૌને રમાડે,

રમવાનો આનંદ પ્રસરાવે,

હળીમળીને રહેતા શીખવાડે.


મુરલીધારી ગોવર્ધન ઉઠાવે,

સંસારને હંમેશા દુ:ખથી બચાવે,

પોતાની કૃપા સૌ પર વરસાવે,

સૌના મનને એ સદા હરખાવે.


માધવ સૌને જીવતા શીખવાડે,

સૌમાં પરસ્પર પ્રેમ જગાડે,

પ્રભુથી ભક્તોનો ભેદ હટાવે,

સહુને પોતાના અંતરમાં વસાવે.


Rate this content
Log in