STORYMIRROR

Dr.Chintankumar p. Pandya

Inspirational Others

4  

Dr.Chintankumar p. Pandya

Inspirational Others

એક માળો બને હુંફાળો

એક માળો બને હુંફાળો

1 min
333

જ્યાં, પોતીકાપણાંનો શ્વાસ હોય,

અને સંતોષવાળી હાશ હોય,


અન્નનાં દાણામાં આનંદ હોય,

અને લાગણીઓના બંધન હોય,


પરિવારનો મધુરો સંપ હોય,

અને મનમાં ના કદી અજંપ હોય,


વડીલોનો માથે હાથ હોય,

અને જીવનસાથીનો રુડો સાથ હોય,


નાની પગલીઓનો પગરવ હોય,

અને બાલુડાંઓનો કલરવ હોય,


ચટપટાં જીવનની મસ્તી હોય,

અને ભાવનાઓ ના સસ્તી હોય,


મજબુતાઇ એની અખંડ હોય,

અને અલગ ના તેના ખંડ હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational