પરાગ રજ
પરાગ રજ


મદથી પુષ્પ બોલ્યું તું ટક્યું મારી કાંધે હે વૃક્ષ
હું કોમળ ને સુગંધે ભરપૂર તું તો લાગે છે રુક્ષ
ચકિત થઇ પરાગરજ બોલી આવું કેમે સંભવે
જેની શાખા પર તું લટકે તેનું દિલ કેમ દુભવે
શિરીષની શોભા થકી તો જન તરુવર પોષતા
ભ્રમર ગુંજતા બેસી જઈ પારિજાતને શોષતા
વટથી મકરંદ તાકી નયન પુષ્પ સામે બોલ્યું
બિન પુષ્પરાગ ન પુષ્પ એટલે તો તને ફોલ્યુ
સૌમ્યતા નમ્રતાથી વૃક્ષે કાનમાં ધરતીને કહ્યું
નાના અમે પણ તારું અસ્તિત્વ અમ પર રહ્યું
ધરતી જઈ શેષનાગને બોલી બહુ ના ડોલતો
સૌ ટક્યા છીએ વૃક્ષ પર હવે કાંઈ ના બોલતો
ધરણીરુહ લાવે જલભૂ મેઘના શીતળતા તાણી
ધરતી નમી દંડવત કરી વૃક્ષને આ વાત જાણી.