STORYMIRROR

Ranjana Solanki Bhagat

Inspirational

4  

Ranjana Solanki Bhagat

Inspirational

પપ્પા યાદ છે

પપ્પા યાદ છે

1 min
264

પગનાં પંજા પર ઝૂલા ઝૂલાવતા એ પપ્પા યાદ છે,

પત્તા રમવા બેસી જોડે, ચિટીન્ગ કરતાં પપ્પા યાદ છે,


સ્કૂલે સાયકલ પર મૂકવા આવતા પપ્પા યાદ છે,

ફ્રોકને ઈસ્ત્રી કરતાં શિખવનાર પપ્પા યાદ છે,


સિલાઈ મશીન ચલાવતા પપ્પા યાદ છે,

એ મશીને મને શર્ટનો કૉલર શિખવાડે પપ્પા યાદ છે.


વહેલી સવારે પૂજા પાઠ કરવા બેસાડે પપ્પા યાદ છે,

સમયસર કામ કરતા શીખવાડનાર પપ્પા યાદ છે,


કાંઈ પણ ખોટું કરતાં રોકનાર પપ્પા યાદ છે,

વારે ઘડીએ રિસાઇ જતાં પપ્પા યાદ છે.

માત્ર હવે યાદ જ છે પણ એ નથી...!


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational