પોંખીએ પહેલી મેનું પાવન પ્રભાત
પોંખીએ પહેલી મેનું પાવન પ્રભાત
પોંખીએ પહેલી મેનું પાવન પ્રભાત
જનશક્તિની લહેરતી ચેતના વિરાટ,
પોંખીએ પહેલી મેનું પાવન પ્રભાત, ધન્ય ! અમ પુણ્ય ભૂમિ ગરવી ગુજરાત.
દે શિરે સોમ શામળા આશિષ અમાપ, હાક દીધી ઈન્દુએ ને ગર્જ્યું મહાગુજરાત.
ખમીરવંત સાવજસાં ગુર્જર વટ ને વચન હાલો વ્હાલે વધાવીએ ગુર્જર વતન.
પુણ્ય શ્રેયી સાબર આશ્રમના તપન, મૂક સેવક મહારાજે પ્રગટાવ્યા દીપક ધીંગી ધરણી ગુર્જરી રાષ્ટ્રનું રતન,હાલો,
વ્હાલે વધાવીએ ગુર્જર વતન.
ગિર ગબ્બર ને પાવાના તીર્થ ઉપવન, સીંચતી સત્તાવન સરિતા અન્નકૂટ પાવન લડવૈયા ઘડવૈયા સાગરરાજ કરે જતન, હાલો,
વ્હાલે વધાવીએ ગુર્જર વતન.
વિશ્વે વધાવી અહિંસા રણભેરીની ધાક,દાંડીકૂચ સંગ્રામની ગાંધી ભૂમિ ગુજરાત અખંડ ભારતના ઘડવૈયા વલ્લભને નમન,હાલો, વ્હાલે વધાવીએ ગુર્જર
વતન તાપી મહીને નર્મદાનાં ઘૂઘવતાં જલહરિત શ્વેત ક્રાન્તિથી વતન ઉન્નત દાન પૂણ્યી વિરાસતને સાક્ષર વંદન, હાલો, વ્હાલે વધાવીએ ગુર્જર વતન.
