Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Children

4.9  

'Sagar' Ramolia

Children

પોલીસ

પોલીસ

1 min
448


પોલીસભાઈ સાવધાન રહી સૌનું રક્ષણ કરે,

ખબરદાર રહી સાવધાન રહી સૌનું રક્ષણ કરે.

પોલીસભાઈ...


કદમતાલ, ડાબે-જમણે કસરત કરતા જાય,

હલચલ ખોટી જણાય તો સાવધાન તરત થાય.

ચોર-લૂંટારા દેખાય તો એની પાછળ પડી જાય,

પોલીસભાઈના ધમધમાટથી ગુંડાઓય ગભરાય.

પોલીસભાઈ...


રાત-દિવસ જોયા વિના આમતેમ ફરતા જાય,

શાંતિ-ભંગ કરનારાને ઝટ પકડી લેવાય.

આડા-અવળા સંતાય તોયે પકડમાં આવી જાય,

જાનના જોખમે... કદી ન ગભરાય.

પોલીસભાઈ...


રસ્તા ઉપર ચાલે તો રસ્તો ધબ-ધબ થાય,

ખોટું કરનારા એનાથી ડરીને ભાગી જાય.

તહેવારોની ઊજવણીમાંય એનું કામ સોહાય,

ગમે તેટલી મહેનત કરે પણ આળસ ન દેખાય.

પોલીસભાઈ...


Rate this content
Log in