મોચી (બાળગીત)
મોચી (બાળગીત)
(રાગ : ટીવી મારું બહુ રૂપાળું, નિત નિત જોવા બેસું)
મોચીભાઈ ચામડું લઈને કેવું રૂડું કાપે,
ગોળ-લાંબું કાપી-કાપીને આકાર કેવો આપે !
કદી’ બૂટ કદી’ ચંપલમાં દેખાડે કમાલ,
કદી’ મોજડી બનાવે, આ સર્વે પગની ઢાલ.
હથોડી, ખીલી, રાંપી, પગું એના સાથીદાર,
લાલ-કાળા પોલિશની ડબી રાખે હારોહાર.
પોલિશ કરી બૂટ-ચંપલ એવાં તો ચમકાવે,
ચમકદાર કામ કરી સૌનાં મન હરખાવે.
