નવલાં નવા વર્ષને હર્ષોલ્લાસથી વધાવી લઈએ રે
નવલાં નવા વર્ષને હર્ષોલ્લાસથી વધાવી લઈએ રે
નવલાં વર્ષને હર્ષથી વધાવી લઈએ રે...!
ચાલો કરીએ નવી શરૂઆત
જૂનું સઘળું ભૂલી જઈએ
નવલાં નવા વર્ષને હર્ષોલ્લાસથી વધાવી લઈએ રે...!
ભૂલી જઈએ ભૂલ એકબીજાની
આજે પ્રેમથી મનાવી લઈએ
નવલાં નવા વર્ષને હર્ષોલ્લાસથી વધાવી લઈએ રે...!
જીવનમાં દુઃખનો સામનો કરીએ
સુખને સૌ સંગાથે વહેંચીએ
નવલાં નવા વર્ષને હર્ષોલ્લાસથી વધાવી લઈએ રે....!
માનવતાને ઉજાગર કરીએ
દીનદુખીયાની મદદ કરીએ
નવલાં નવા વર્ષને હર્ષોલ્લાસથી વધાવી લઈએ રે...!