ચાલ, હવે દિવાળી, એમ ઊજવીએ
ચાલ, હવે દિવાળી, એમ ઊજવીએ
ફટાકડાંનો શોર ભૂલીને, અંતર્નાદ સાંભળીએ,
કોઈક નિ:સહાયની રોશની બનીને, દીવા એમ પ્રગટાવીએ,
ચાલ, હવે દિવાળી, એમ ઉજવીએ !
મોંઘેરી મીઠાઈ ભૂલીને, મીઠી વાણી બોલીએ,
કોઈક દુખિયાનું દુ:ખ હરીને, હાસ્ય મોં પર લાવીએ,
ચાલ, હવે દિવાળી, એમ ઊજવીએ !
હતાશાનાં ફટાકડાં ફોડીને, ઉત્સાહ મનમાં ભરીએ,
અસફળ પ્રયત્નને અનુભવ ગણીને, બીજો પ્રયત્ન કરીએ !
ચાલ, હવે દિવાળી, એમ ઊજવીએ !
પ્રેમનો દીપક પ્રગટાવીને, રોશની જીવનમાં કરીએ,
“ચાહત”ની રૂડી રંગોળી કરીને, જીવન એમ સજાવીએ,
ચાલ, હવે દિવાળી, એમ ઊજવીએ !
