STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama Others

3  

Jaya. jani. Talaja."jiya"

Drama Others

પંચાતિયો પડોશી

પંચાતિયો પડોશી

1 min
189

પંચાયત કરતો, પડોશી ઉમરે ઊભો. 

ઉંમર પૂછે દીકરીની !

વળાવો હવે ને લાડુ ખવડાવો,


બારસાખનાં બાવા પાડતી, બા બોલી.

બાવરા જાને, સમજે છે શું બા ને, ? 

સજાગ હું, ને નારીની જાત, કરવી શીદ ચિંતા તારે, ? 

પૂછવો નહીં પંચાયત કરતો સવાલ વારે વારે.


બળતાં પગ તારા ઠાર, તારા પરિવારને તું વાર.

ઘરમાં રહી ઘરને સંભાળવું, પુરુષની ફરજ વહી. 

જાજું ડહાપણ ને, શિખામણ.

અણધાર્યું નોતરે ખુદનું ખાપણ.


કરતાં પંચાયત પહેલાં પરમેશ્વરને યાદ કરવો.

નિજને નિજમાં પ્રતિસાત કરવો.

ખોદે, ખાડો.... તેને - દેખાડો.

પડે પોતે, એ નથી - બાડો. 

પંચાતિયા પડોશીથી કાયમ રાખો વાડો.

કરો કામ શાનથી, બૂમો ના પાડો.

બનો રક્ષક સંતાનના, સ્વધર્મ પાળો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama