Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Romance Inspirational

3  

Mrugtrushna Tarang

Romance Inspirational

પમરાટ

પમરાટ

2 mins
231


રે પાલક પિતા, કે પછી જન્મદાતા !

વ્હાલથી વધાવજો..

તમ ક્યારીનું મનગમતું એ ફૂલ,

પગભર કરજો એને, 

ન દેશો વ્હેલી તે પહેલી ચૂલ (ચૂલો).


રે પાલક માતા કે પછી જન્મદાત્રી,

પાલવે છૂપાવી અમૃત વરસાવતી..

એ દુહિતાને કદીયે ઘરકૂકડી ન કરતી..

શીખવજે સઘળું,

પણ, ધૂત્કારીશ નહીં કદી જન્મસ્થળેથી..

એમ કહી કે,

તું તો પારકી થાપણ કે'વાય.. !


રે ભાઈ કે બહેન,

સહોદર થ્યા આપણે..

એક માતપિતાનાં સંતાનો..

ને,

તું એમ કહી થઈ જાઉં ફ્રી..

કે, 

તારું મારું સહિયારું..

પણ, મારું તો રહેશે મારાં બાપનું !

કહેવત હતી સાંભળી બાળપણમાં..

કે,

જર, જમીન ને જોરું

હંમેશ રહે કજિયાનાં છોરું.. !

તો, શાને લડે, ઝઘડે 

કાગદી ટુકડાઓ કાજે.. !

હૃદય દ્વાર રાખ ખુલ્લું ભૈ - બેની..

હૃદય મિલાપ કરીએ વનવાસ વગરેય.. !


રે દાદા ને દાદી કે નાના ને નાની માઁ,

ખોળે ખૂંદનાર હંમેશ દીકરો જ કેમ ખપે !

દીકરી કરતી ઝંકાર રસભરી,

થનગનતી રણકાર પૈજણ ખરી,

કુળ બે ને ચાર ઉજાળતી..

તારાં વૃંદાવનની એકમેવ તુલસી..

થઈ સ્ત્રી શાને દીકરીને દૂધપીતી કરતી.. !


રે નર જાતિ !

જણનાર તને પણ તો છે એક નારી જ..

તો,

શાને તરછોડતો... હડધૂત કરતો...

ક્યારેક તો લાતે ય મારતો...એને !

ને,

એજ નારીને પડખે લેતાં ન લજ્જાતો રાત્રીએ ને દહાડે.. !

બાળક એની મૂલ્યવાન એવી જણસ એ માનતી..

તોય,

તું માણસ ન બની શક્યો કે ન બની શક્યો રામ.. !

તોય,

રાખતો અપેક્ષા એટલી ઊંચેરી કે,

પત્ની તારી હોવી ઘટે સતીત્વ પાળનારી સીતા.. !


ધૃતરાષ્ટ્ર તું, રાવણ પણ તું, કંસ પણ બનું તું જ...

પણ, હાય રે કિસ્મત !

તું વિદુર ન બની શક્યો, કે ન બની જાણ્યું તેં લક્ષ્મણ કે અક્રૂર રે !

નહીંતર, 

ન કરત તું ભૂલ - ક્ષતિ - ને સમજવા યોગ્ય અણસમજુ ગુનો...


કળી અધખૂલી,

ખીલતું પુષ્પ,

સુગંધિત ધૂપસળી,

ઉગમતું પતંગિયું,

ઝગમગતો આગિયો,

રખડતું ઝરણું,

કેડી ખોળતું સસલું,

બોર ચણતું ખિસકોલીનું બચ્ચું...

કે

પછી, ખળખળ વહેતી કોઈ નદી...

મારગ શોધતી નવપલ્લવ યુવતી...

વાત્સલ્ય ભાવને સખી ભાવે જીવતી...

એ કન્યાને ભૃણહત્યાથી લઈને,

દૂધપીતી કરીને કે પછી...

એની કાયાને દૂષિત કરીને...

કયું મોટું મહાન તીર માર્યું તેં

રે પુરુષ !

જણી બતાવ એક જીવ નવો,

તો માનું કે તું છું સર્વશ્રેષ્ઠ...

નર નહીં નારાયણ તું જ...

પણ,

કરવું પડશે સાબિત તારે.. !

પૂરવવી પડશે સાબિતીઓ સવિશેષ.. !

પછી,

તું જ રાજા ને તું જ ભીષ્મ.. !


હોય જો મંજૂર, તો,

થઈ જા તૈયાર...

લડવાને કે પછી

સ્વીકાર તવ હાર...

તું ઉતરતો નર !

નારીને નહીં વળે પહોંચી... !

એટલે,

ગાતો ફરજે અહીં તહીં દિન રૈન.. !

નારી તું જ નારાયણી.. !

હું પામર જીવ, પારખી ન શક્યો દેવી તને !


કર ભૂલચૂક માફ મને !

આજન્મે ને આવતા દરેક જન્મે !

હું નમતો નર, ને તું નારાયણી !

રાખીશ સ્મૃતિમાં હર હંમેશ...

પમરાટ પુષ્પનો પ્રસરે ચોમેર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance