STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

પમી કહે

પમી કહે

1 min
27.2K


પૈસો અધર્મનું મૂળ છે ગરીબી લાવે સંતાપ,

લક્ષમીજી કૃપા કરે ત્યારે સમતા ઉરે ધરાય.

‘પમી’ કહે સમતા ઉરે ધરાય!

ભણેલાં એકબીજાને મળૅ કરે પ્રગતિની વાત,

મને ને મારું પુકારી જ્યારે અધુરાં ઘડા છલકાય.

‘પમી’ અધુરાં ઘડા છલકાય!

હું મારું ને મને ના ત્રિકોણે હરદમ ભરમાય,

તારું દીધું જાણી હરખે સંતાપ સઘળાં હરાય.

‘પમી’ સંતાપ સઘળાં હરાય!

પમી કહે, "આ દુનિયામાં સજ્જનો વરતાય,

સ્વાર્થને અળગો કરે તો ચારેકોર જણાય."

પમી કહે આ દુનિયામાં સહુની થાયે ભૂલ,

પોતાની દેખાય તો બીજાનીના શું મૂલ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational