STORYMIRROR

Aniruddhsinh Zala

Romance

3  

Aniruddhsinh Zala

Romance

પિયુજી કેરા વાવડ આયા

પિયુજી કેરા વાવડ આયા

1 min
131

હે.. જી.. જો, ને..

મચકે પગલાં માંડતી સુંદરી જોને લચકે પીઠનો લંક

હેત હૈયે હિલોળા લેતું, જોઈ છલકે અપાર ખુશીમાં કંથ,


હે મારા હૈયે હરખ ન સમાણાં, પિયુજી કેરા વાવડ આયા

હે મારા જોબનિયે હેત ઉભરાણાં, પિયુજી કેરા વાવડ આયા,

 હે.. પિયુ વસે પરદેશ, આવે ઉરમાં મીઠો સંદેશ,

એના દલડે ધડકતાં હું તો સાંભળું ધબકારા

વીત્યા કપરા વિરહના હવે દાડા, પિયુજી કેરા વાવડ આયા,

 હે મારા જોબનિયે હેત ઉભરાણાં, પિયુજી કેરા વાવડ આયા,


હે.. ધીમો ધીમો આ વાયરો જોને ભૂલાવે ભાન મને,

નેણલે આંસુડાંની વરસાવે ધાર જોને,

હે.. જુવો મોરલો કરે મીઠા ટહુકારા પિયુજી કેરા વાવડ આયા,

હે મારા જોબનિયે હેત ઉભરાણાં, પિયુજી કેરા વાવડ આયા,


હે.. ઝાઝી હૈયે ફરિયાદ, કરશે વિરહિણી આ રાત,

 ઓલું ચાતક સમજાવી શકે મારા હૈયાની વાત,

હે.. મારી પાંપણ મારે મીઠા પલકારા પિયુજી કેરા વાવડ આવ્યા,

હે મારા જોબનિયે હેત ઉભરાણાં, પિયુજી કેરા વાવડ આયા,

 

 હે.. વ્હાલા મારા હૈયે સરિતા છલકાણી જુવો સ્નેહની..

 સાંભળું પિયુ હૃદય સાગરે થયો ઘુઘવાટ આ મિલનનો

હે.. મારા અંગ અંગમાં થાય પ્રીતના ઝબકારા, પિયુજી કેરા વાવડ આયા,

હે મારા જોબનિયે હેત ઉભરાણાં, પિયુજી કેરા વાવડ આયા,


હે.. કેવી રુડી ને રંગીલી હશે પિયુ સંગાથે આ રાત

વન વગડે ફેલાશે મારા પ્રેમની સુવાસ

હે.. ' રાજ ' કરશે હૃદયમાં પિયુ મારા, પિયુજી કેરા વાવડ આયા,

હે મારા જોબનિયે હેત ઉભરાણાં, પિયુજી કેરા વાવડ આયા,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance