STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Romance

3  

ઈલાબેન પી. જોષી

Romance

પિયુ વિરહ

પિયુ વિરહ

1 min
123

સખીઓ સંગ કરુ ગોઠડી, આજ રાત આખી રઢિયાળી મળી છે, 

પિયુની વાતો કરતાં કરતાં, આજ રાત આખી રૂપાળી બની છે, 


પિયુની પ્રીત, પાનેતર ને મીંઢળ સંગ, જિંદગી મને હૂંફાળી મળી છે, 

પિયરનો પ્રેમ ભૂલાવી, પિયુએ પ્રેમનાં દરિયે ઝૂલાવી છે, 


પિયુએ પોતાનાં રંગમાં રંગી, લાગે મને જિંદગી રંગીન મળી છે, કાગડો બોલે ને બહાર દોડું, હૃદયે પ્રેમની હેલી ઊઠી છે,

પિયુ વિરહે મને કશું ન ભાવે, પણ તેની વાતોએ મને શાતા મળી છે,પળપળ પિયુની યાદો સાથે, મનથી "મશાલ" મદમાતી બની છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance