પિતાના કાળજાનો ટૂકડો
પિતાના કાળજાનો ટૂકડો


સુખની સાથે દુ:ખની છાયા,
ચહેરા પર દેખાય.
એક સપનું પ્યારુ જોવે.
અમારો પ્રેમ તો ગુંજ બની ગુંજે.
અમ બાગની કળી બાગ બનીને ઝૂમે.
જકડી રાખુ હાથમાં પણ
એવું કયાં થાય,
અંતરના આશિષ બેટા રહેશે સદાય.
પ્રભુુની બાદ અમારો હાથ
રહેશે માથે,
પિતાના કાળજાનો ટૂકડો દીકરી.
પારકી થાપણ કહેવાશે,
બે કુળને તારશે,
આંગણની તુલસી કહેવાય.
તારી આંખો નહીં દેખાય.
હોઠે રહેશે રમતો,
મુંજ અંતરમાં.
સપનું મારુ દીકરી,
આંસુ લઈને જશે.
ઘા ભલે હજાર હોય.
તોય પ્રેમથી વ્હાલ કરશે.
રાગીની શુકલ..