STORYMIRROR

Mrudul Shukla

Drama

3  

Mrudul Shukla

Drama

પિંજરુ

પિંજરુ

1 min
203

 બંધ પિંજરામાં રહેવાનું દર્દ હવે સમજાય છે.   

 આઝાદી ઊડવાની કેવી હતી મજા હવે સમજાય છે,


 દરિયાના પાણી ની જેમ મુક્ત બની વહેવાની,

 આકાશ ભણી ઉછળી નીચે પડી ફરી ફરી વહેવાની,


 પથ્થરથી ટકરાઈ પાછા ફરી સમુદ્રની લહેરોમાં ભળી જવાની મજા હવે સમજાય છે,                                                    

 મન બેચારુ કૈદ પિંજરામાં, મુક્ત બની વિહરે 

ચારેકોર અથડાઈ, ભટકાઈ ફરી પાછું આવે કૈદ થવા દિલડામાં                           

બંધ બારણે બેસી રહે ઉડયા કરે ખ્યાલોમાં,

  

દર્દ દિલનું અશ્રુનાં મોજા બની આંખોથી સરી પડે 

એ દર્દનો એ અહેસાસ દિલને હવે સમજાય છે,

  

કિનારે આવી બેઠું છે મૃદુલ મન આ,                

મૃગજળમાં માછલા પકડવા મથે છે.          

            

સંબંધોની લહેરો ક્ષણિક સ્પર્શી જાય હૃદયમાં.           

ફરી મન ભળી જાય સંસારની મોહમાયામાં,

ફરી કેદ થઈ જાય દેહ રુપી પિંજરામાં.                  


Rate this content
Log in

Similar gujarati poem from Drama