STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

પીળા રંગની માયા લાગી રે

પીળા રંગની માયા લાગી રે

1 min
18

પીળા રંગની બહુ બોલબોલા રે

સુખ આશા કેરા કિરણ જગાવે જો

પીળા રંગની મને માયા રે લોલ,


પીળા પીળા રે ફૂલ ખીલ્યાં

ઈશ્વર કેરા શિરે ચડી જાય જો

પીળા રંગની મને માયા લાગી રે,


પીળા રંગે સોના દીઠા રે

સમૃદ્ધિ કેરી લાવે નવી રાહ જો

પીળા રંગની મને માયા લાગી રે,


પીળા રંગે તાંબા પિત્તળ

જમવામાં લાવે મીઠાશ જો

પીળા રંગની મને માયા લાગી રે,


પીળા રંગે ધન ધાન્ય

સુખ કેરા લાવે શુભ સંકેત જો

પીળા રંગની મને માયા લાગી રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy