ફૂલો મને સૂંઘ્યા કરે
ફૂલો મને સૂંઘ્યા કરે


નજરની લઇ કલમ, આંખો તને ઘૂંટ્યા કરે કાયમ
પછી, હળવેકથી હૈયા મહી ગૂંથ્યા કરે કાયમ
હતી જે માત્ર સાક્ષી આપણા બેનાં મિલનની, પણ
હજી સંધ્યા, મિલનના કેફમાં ઝૂમ્યા કરે કાયમ
ફૂલોની જાત પર શંકા કરુ એ વ્યાજબી છે ને
તને સ્પર્શુ, પછી ફૂલો મને સૂંઘ્યા કરે કાયમ
ધરાથી આભની વચ્ચે, હશે ચીજો ઘણી સુંદર
વિના હથિયાર, તું મુજને જ કાં લૂંટ્યા કરે કાયમ
કહોને, કેમ સુંદરતા હવે મારી નથી ગમતી ?
ગગનનો ચાંદ, રાતે પ્રશ્ન આ પૂછ્યા કરે કાયમ.