STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

ફૂલનું જીવન.

ફૂલનું જીવન.

1 min
26.9K


રહીને બાગબગીચે કેવી સુગંધ આપે છે ફૂલ,

રંગવૈવિધ્ય થકી સહુકોઈને એ આકર્ષે છે ફૂલ.


કદી પતંગા કે મધુમક્ષિકા એનું રસપાન કરતાં,

વળી ભ્રમરને પણ ક્યાં કદી બાકી રાખે છે ફૂલ.


માળીના સંગે ત્યજી છોડ દેવમંદિરે એ જનારાં,

પ્રભુપ્રતિમા શિરે સ્થાનગ્રહી કેવાં શોભે છે ફૂલ.


ક્વચિત વીંધાઈ સોયથકી હરિકોટે જઈ વસતાં,

કો' પ્રેમીજનનાં હાથમાં રખેને થનગને છે ફૂલ.


સત્કાર સમારંભે કે સન્માને અદકું રુપ પામતાં,

પથ્થરદિલના માનવીને પણ આખરે ગમે છે ફૂલ.


કોમળતા, સુગંધ, નિર્દોષતાને મનમોહક સૌંદર્ય,

તોયે કેટકેટલા અણગમતા પ્રહારોને ખમે છે ફૂલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational