STORYMIRROR

Jagruti Kaila

Tragedy

3  

Jagruti Kaila

Tragedy

ફૂલની વેદના

ફૂલની વેદના

1 min
207

એક પ્યારા છોડ પર જન્મું છું હું

કળી સ્વરૂપે પ્રેમાળ લાગુ છું હું

પણ કંટક વડે સુરક્ષા પામું છું હું,

 

પછી સુંદર રૂપ ધરુ છું હું

કીટ પતંગથી પ્રેમ પામું છું હું

દિવસ ઢળતા સાથ ગુમાવું છું હું,


જ્યારે છોડથી વિખૂટું પડુ છું હું

દિલમાં અપાર વેદના ધરુ છું હું

ક્યારેક દેવ સિરે ..તો..

ક્યારેક કોઈ મજાર પર ચડું છું હું

ત્યારે ધન્યતા અનુભવું છું હું,


પણ જ્યારે સુંદરતા ગુમાવું છું હું

 ત્યારે કોઈ હાથમાં મસળાવ છું હું

 ક્યારેક કોઈ પગ તળે રોળાવું છું હું

 ત્યારે મારૂ અભિમાન ગુમાવું છું હું,

 

મારૂ અસ્તિત્વ ખૂબ સુંદર લાગે

પણ અનેક વેદના છૂપાવું છું હું

હું ખૂબ ખુશ છું ....એમ કહી 

ઝાકળ સાથે આંસુ મિલાવું છું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy