Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Kaila

Inspirational Others

4  

Jagruti Kaila

Inspirational Others

સમય લાવવો પડે છે

સમય લાવવો પડે છે

1 min
258


સારો સમય હોતો નથી, લાવવો પડે છે,

ફળ માટે અંગે પરસેવો પાડવો પડે છે,


ફક્ત તકદીરના સહારે ન બેસ, માનવ,

પરિશ્રમથી પારસમણી બનાવવો પડે છે,


સપનાં જોવાએ કોઈ ખોટી વાત નથી,

પૂર્ણ કરવા ડગ આગળ માંડવો પડે છે,


જીવનમાં મીઠાશ જ હોય,જરુરી નથી,

ક્યારેક કડવો પણ રસ ચાખવો પડે છે,


એમ જ ક્યા કર્મનું ચક્કર પૂર્ણ થાય !

ખુદના પીંડને કર્મના ચાકડે ચડાવો પડે છે,


ઊર્જા' આ તો પરિવર્તનનો યુગ છે, માટે,

અનિચ્છાએ સ્વભાવ બદલાવો પડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational