STORYMIRROR

Jagruti Kaila

Inspirational Others Children

4  

Jagruti Kaila

Inspirational Others Children

ગુરુ બનાવે

ગુરુ બનાવે

1 min
232

વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે,

તેમના જીવનમાં માતા, પિતા પછીનું જે સ્થાન બનાવે,

         

ભૂલ પર ભલે અઢળક ગુસ્સો કરે, પણ જીવનને સુધારે, 

શિક્ષા તો કરે પછી સ્નેહ પણ માતા પિતા જેવો દર્શાવે, 


સમસ્યાના સમયે સૌથી પહેલી તમારી યાદ જો અપાવે, 

એવું અનેરૂ સ્થાન વિદ્યાર્થીના જીવનમાં પોતાનું બનાવે, 

          

ખુદને વિદ્યાર્થીના જીવનનો મિત્ર અને શુભેચ્છક બનાવે,

જિંદગીની હર એક પરિસ્થિતિ સામે લડતા શીખવાડે, 

          

દ્રોણ કે સાંદિપની નહીં પણ ખુદને શ્રેષ્ઠ માનવ બનાવે, 

ખુદને વંદનીય ના સહી, પણ યાદગાર ચોક્કસ બનાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational