નકામુ
નકામુ
ગગને હોય અંભોદ પણ વરસે નહીં તો નકામુ,
મન જો લાગણી માટે તરસે નહીં તો નકામુ.
અમુક ઘાવ દિવસો જતાં ભરાઈ જાય, પણ,
નિશાન ઘાવના જો ભરાશે નહીં તો નકામુ.
પાનખર અને વસંતતો કાળક્રમ છે જીવનનો
પણ સમયે સમયે પાન ખરશે નહીં તો નકામુ.
પૂજા, અર્ચના, જપ તપ ચાહે ખૂબ કરો,
પણ કામ અને ક્રોધ ત્યજાશે નહીં તો નકામુ
કર્મકાંડ જરુરી છે કે નહી જાગુ' શું જાણે ?
અંત સમયે મોક્ષ પમાશે નહીં તો નકામુ.
