STORYMIRROR

Jagruti Kaila

Others

4  

Jagruti Kaila

Others

ઊભી છું

ઊભી છું

1 min
341

જિંદગીની નાવ મઝધારે તોફાનમાં છે, 

 છતાં, હું ખલાસી બની અડગ ઊભી છું,


જિંદગીની સફરનો અંત નજીકમાં છે,

 છતાં, હું પ્રવાસી બની ક્યારની ઊભી છું,


જિંદગીની હરપળ ખૂબ ખુશનુમાં છે, 

છતાં, હું ઉદાસી છૂપાવી ક્યારની ઊભી છું,


જિંદગીની મજા ક્યાં અમીરીમાં છે ? 

છતાં, હું વિલાસી બની ક્યારની ઊભી છું, 


જિંદગીની કાલની બેખબરમાં છે, જાગુ' 

 છતાં, હું અવિનાશી બની ક્યારની ઊભી છું.


સામગ્રીને રેટ આપો
લોગિન