*ફૂલજી ફૂગ્ગાવાળો 🌹🌹*
*ફૂલજી ફૂગ્ગાવાળો 🌹🌹*
ફૂગ્ગાવાળો આવ્યો
રંગબેરંગી ફૂગ્ગા લાવ્યો
ટ્રીન ટ્રીન ટોકરી વાગતી
સાઈકલ લઈને આવ્યો
હેતભાઈ તમે આવો
હેલીને સંગાથે લાવો
નેહાબેન તમે આવો
સ્નેહાબેનને સાથે લાવો
દસ રુપિયાનાં ફૂગ્ગા ત્રણ
તમે ના રહેતા અભણ
ફૂગ્ગામા ભર્યો છે ગેસ
ભાઈલા મારો જુદો વેશ
ફૂગ્ગાવાળો આવ્યો
રંગબેરંગી ફૂગ્ગા લાવ્યો
લાલ,પીળો,કાળો ને ધોળો
ફૂગ્ગે બાંધ્યો પાકો દોરો
આભલે ઊડતો મજાનો
બાળકોનાં મનનો ખજાનો
ફૂગ્ગાવાળો આવ્યો
રંગબેરંગી ફૂગ્ગા લાવ્યો
બાળકો તમે ના કરો હઠ
લઈ લો ફૂગ્ગાઓ ઝટપટ
મારે જાઉં બીજે ગામ
ફૂલજી ફૂગ્ગાવાળો નામ
ફૂગ્ગાવાળો આવ્યો
રંગબેરંગી ફૂગ્ગા લાવ્યો
