ફરિયાદ
ફરિયાદ


તું નથી મારી સાથે એ યાદ કરતા સૂનું લાગે છે,
છે તો મારા જીવનમાં બધું જ નવું,
પણ તારા સિવાય જૂનું લાગે છે.
તારી યાદ તો મને દિવસ રાત સતાવે છે,
ના જાણે કેમ પાછા,
વિસારેલા દિવસ યાદ કરાવે છે.
ભૂલવા માંગુ છું હું એ દુઃખ ભરેલા દિવસને
જાણે લાગી ગયું છે ગ્રહણ,
એ દિવસ થી સુરજ ને
હું જાણું છું કે આપણે સાથે નથી એ તારો વેહમ છે,
આજે પણ મારા દિલમાં તારા માટે એટલોજ પ્રેમ છે.
જાણું છું સુખી છે તું તારા ઘર સંસારમાં,
હું પણ ખુશ છું મારા પરિવારમાં.
છતાં ક્યારેક આખોથી વહે છે અશ્રુધારા તારી યાદમાં
કવિતાઓના પાના ભરાય છે એક નાનકડી ફરિયાદમાં.