ફરિયાદ
ફરિયાદ
ફરિ...યાદની ફરિયાદ...!
પરિમલ બાગની મહેક રહી શ્વાસમાં અમારી,
ફરિયાદ છે કે જોને ફરિયાદ રહી તમારી,
છૂપાતી લપાતી રહી યાદ દિલમાં અમારી,
કાયાના કટકા કરો ભળી લોહીમાં યાદ તમારી,
યાદ કરીને વિચારી લે તો ફરિયાદ નથી અમારી,
સૂની આ જિંદગી અકારી બને ન તમારી,
પવિત્ર બંધને બંધાયેલી છૂટશે આત્મા અમારી,
ભૂલીને પણ આવીયે યાદ ફરિયાદ રહી તમારી,
ખરેલી પાંદડીઓમાં પણ છબી જુઓ અમારી,
ફરિયાદ સામે આજ ફરી...યાદ રહી તમારી.
