ફરિસ્તો
ફરિસ્તો
સમયે પણ ત્યારે સાથ આપ્યો હતો,
જ્યારે અંધારામાં અટવાયો સાયો હતો,
એકલી અટૂલી અથડાતી હતી અંધારામાં,
ત્યારે જીવનમાં ફરિસ્તો એક આવ્યો હતો,
સપ્તરંગી રંગોળી પૂરીને મારી પાંપણે,
મારા સપનાનો સોદાગર એ બન્યો હતો,
હર્યુંભર્યું બન્યું હતું પછી તો મારું જીવન,
જ્યારથી બન્યો મારો એ પડછાયો હતો,
જીવાઈ જશે હવે તો જીવતર એના સંગે,
ઈશારા આપી ઈશે જાણે પરવાનો આપ્યો હતો.

