STORYMIRROR

Shaurya Parmar

Romance

3  

Shaurya Parmar

Romance

ફરી પ્રેમમાં !

ફરી પ્રેમમાં !

1 min
792



આવ ફરી ભૂલી જઈએ એકબીજાને,

ને પાછા મળીએ જાણે બે અજાણ્યા,


નવા નવા મિત્ર બનીએ,

ને તમે તમેથી કરીએ વાતો,

ને પછી હું ઉડાડું તારી ઠેકડી,

ને તું કરે મારી મશ્કરી,

ફરી એકબીજા સાથે લડીએ,

ને વગર વિચાર્યે પ્રેમમાં પડીએ,


હું ના બોલું તારી જોડે,

તું ના બોલે મારી જોડે,

ને પછી એકલા એકલા રડીએ,

આવ ફરી પાછા પ્રેમમાં પડીએ,


ફરી વાતો થાય શરૂ,

ને લડતા લડતા લવ થાય,

ને સગપણના વિચારોમાં વિહરીએ,

ચાલ ફરી પ્રેમમાં પડીએ,


ને થાય બધું જ સારું

જોડું આપડુ લાગે ન્યારું અને પ્યારું,

આવ થોડી વીતેલી યાદોને વણિયે,

ને ફરી એવાજ પ્રેમમાં પડીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance