ફરી એક વાર
ફરી એક વાર
ફરી એક વાર...તું મારી પાસે તો આવ,
આપણા સૂકાઈ ગયેલ સંબંધ ને પાણી તો આપ,
ખામોશીની ઓઢેલી ચાદરને દૂર તો કર,
ફરી એક વાર... તું મારી પાસે તો આવ,
સૂના થયેલ હૈયામાં એક આશ તો જગાવ,
મંઝીલને સાથે પામવા એક ડગ તો પાસે આવ,
રડી રડી ને થાકી આંખો, સ્મિત બનવા સામે તો આવ,
આઈ લવ યુ કહેલ વાક્ય ને કહેવા તો આવ...
ફરી એક વાર.... તું મારી પાસે તો આવ.