Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Romance Others

4  

Hiren Maheta

Romance Others

ફાગણનું વ્હાલ...

ફાગણનું વ્હાલ...

1 min
275


વાસંતી મહેંકોનાં ખોલી કમાડ,

તારા અંગો પર રંગો લગાડ,

આ તો ફાગણનું....!


લાલેરા કમખા ને લીલેરી ઓઢણી,

પીળકનું વળગેલું વ્હાલ,

ડોકના મરોડ પર શ્વેત થઇ ઝૂલતો

આ ફાગણનો ગમતો ગુલાલ,

આ તો ફાગણનું....!


સોનેરી વેળુમાં છુટ્ટા મુકેલા

આ ફાગણીયા ફૂલો સંભાળ,

વાસંતી મહેંકોનાં ખોલી કમાડ,

તારા અંગો પર રંગો લગાડ,

આ તો ફાગણનું....!


હૈયું ગુલાબી ને ગાલો ગુલાબી,

ને ગુલાબી હોઠ મલકાતા,

વાતો ગુલાબી અહીં વહેતી મુકીને

પેલા રંગોના બાગ છલકાતા,

આ તો ફાગણનું....!


ગુલાબી સપનામાં ગુંથી દે જાતે

તું વ્હાલમનું વ્હાલેરું ઝાડ,

વાસંતી મહેંકોનાં ખોલી કમાડ,

તારા અંગો પર રંગો લગાડ,

આ તો ફાગણનું....!


શોધી દે જાતે તું ફાગણીયા

જલસાનું છુટ્ટું મુકેલું એ ગીત, 

શબ્દોમાં વાવેલું ઓચ્છવનું અજવાળું,

પ્રીતે ગૂંથેલું સંગીત,

આ તો ફાગણનું....!


કાગળિયાં ફાડ, તું ઠેકી દે વાડ,

આ કસુંબો કોઠે વળગાડ,

વાસંતી મહેંકોનાં ખોલી

કમાડ, તારા અંગો પર રંગો લગાડ,

આ તો ફાગણનું....!


Rate this content
Log in

Similar gujarati poem from Romance