ફાગણિયો
ફાગણિયો
ફાગણિયો આવ્યો
હોળીના રંગ લાવ્યો
પીચકારીની ધાર લાવ્યો
ખજૂર અને ખારેક લાવ્યો
ગુલાલનો વરસાદ લાવ્યો
મિત્રોનો પ્યાર લાવ્યો
હોળીનો તહેવાર લાવ્યો
ફાગણિયો આવ્યો
કેસૂંડાની છાબ લાવ્યો
રાધાનો સોનેરી રંગ લાવ્યો
કાનાની રુપેરી પીચકારી લાવ્યો
હોળીના રંગો ના જુએ
નાત -જાત કે ઊચ- નીચ
મુબારક છે આપને
હોલીનો તહેવાર... હોલી..હોલી..હોલી....