ફાગણ આવ્યો
ફાગણ આવ્યો
ફર ફર કરતો ફાગણ આવ્યો,
કેસુડાની કળીઓ સંગે,
હરખ હરખ હરખાતો આવ્યો.
ફર ફર કરતો ફાગણ આવ્યો...
રૂમઝુમ રૂમઝુમ મસ્તી લાયો,
સ્નેહ મનોરથ પૂરા કરવા,
ઉર ભીતર અનેરો છલકાયો.
ફર ફર કરતો ફાગણ આવ્યો....
રંગભરી પિચકારીમાં,
નિત નિત રૂડા ગીતો સંગે,
ખેલ ખેલંતો નાચંતો આવ્યો.
ફર ફર કરતો ફાગણ આવ્યો....
અંતર મનના રસ છલકાવી,
ફૂલો મહી ભમરાને ડોલાવી,
રંગ રંગ પ્યારા ઉપવન સજાયો.
ફર ફર કરતો ફાગણ આવ્યો.....
